×

ઇતિહાસ

  • ગુજરાત રાજયની સૌરાષ્ટ્ર ધરાનાં હાલાર પંથકનાં જામનગર જિલ્લાનાં કુલ ૧૦ તાલુકા મથકો પૈકીનો લાલપુર તાલુકો જામનગર થી પોરબંદર હાઈ-વે પર ૩પ કી.મી. આવેલ છે.
  • લાલપુર તાલુકાની જમીન મુખ્યત્વે ઉબળ-ખાબળ અને મહદ અંશે ડુગરાળ હોય સામાન્ય રીતે જમીનમાં કાળો પથ્થર તેમજ લાઈમ સ્ટોન નીકળે છે. લાલપુરની દક્ષીણ નેરૂત્યમાં ગોપનો ડુંગર આવેલો છે જયા ગોપનાથ મહાદેવનું પૌરાણીક મંદીર આવેલુ છે તેમજ ગોપ ડુંગરની તળેટીમાં ટપકેશ્વર મહાદેવનું અતી પ્રાચીન મંદીર આવેલુ છે. લાલપુરની ઉતરે ગજણા ગામે શ્રી ભોળેશ્વર મહાદેવનું અતી પ્રાચીમ મંદીર આવેલુ છે. જેનો ઈતીહાસ હાલારનાં " જામ " વંશનાં રાજવીઓ સાથે સંકળાયેલ છે. તેમજ જામનગર ઘ્વારકા રાજય ધોરી માર્ગ પર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલ જોગવડ ગામે આશાપુરા માતાજીનું અતી પ્રાચીન મંદીર આવેલ છે. તથા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં જોગણી માતાજીનું મંદીર આવેલુ છે. આમતો લાલપુર તાલુકામાં કોઈ ઐતીહાસીક સ્થાપત્ય નથી પરંતુ ઔઘોગીક ક્ષેત્રે જામનગર જીલ્લામાં આવેલ વિશ્વ સ્તરની બે ઓઈલ કંપની રીલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝ તથા એસ્સાર ઓઈલ કાં. આવેલી છે.
  • લાલપુર તાલુકો ઉતર ઈશાન દીશાએ જામનગર તાલુકા સાથે, દક્ષીણ દીશાએ જામજોધપુર તાલુકા સાથે, નેરૂત્ય દીશાએ ભાણવડ તાલુકા સાથે, પશ્ચીમ દીશામાં જામખંભાળીયા તાલુકો અને પુર્વમાં કાલાવડ તાલુકા સાથે જોડાયેલ છે. તાલુકાના વાયવ્ય ભાગે અરબી સમુદ્ર સ્પશે છે જયા મીઠાનો મોટો ઉધોગ આવેલ છે જે સિંગચ સોલ્ટનાં નામથી ઓળખાય છે.
  • આમ લાલપુર તાલુકો સમગ્ર જિલ્લામાં પોતાની અલગ ઓળખ ઉભી કરે છે.