×

શિક્ષણની યોજનાઓ

અ.નુ. યોજનાનું નામ વિદ્યાક્ષ્મી બોન્ડ યોજના
યોજના કયારે શરૂ થઇ વર્ષ ર૦૦ર-ર૦૦૩
યોજનાનો હેતુ ગુજરાત રાજય સાક્ષરતાની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં ૧પમાં સ્થાને અને સ્ત્રી સાક્ષરતાની દ્રષ્ટિએ ર૧માં ક્રમ ઉપર છે આથી રાજય સરકારે ગુજરાત રાજયને સા૧રતાના પ્રમાણમાં અગ્ર હરોળમાં મુકવા માટે સમગ્ર રાજયમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધારવા ૩પ% થી ઓછી સ્ત્રી સાક્ષરતાવાળા ગામોમાં ધોરણ-૧ માં ૧૦૦% કન્યઓનું નામાંકન થાય અને નવી પ્રવેશ મેળવેલ કન્યાઓ ઘે.-૭ સુધી અભ્યાસ પૂર્ણ કરે તે હેતુ માટે વિદ્યાક્ષ્મી બોન્ડ યોજના દાખલ કરેલ છે.
યોજના વિશે માહિતી વસ્તી ગણતરીની માહીતી મુજબ જે ગામોનો સ્ત્રી સાક્ષરતા દર ૩પ% થી ઓછો હોય તે ગામમાં શાળામાં ધો.-૧ માં નવો પ્રવેશ મેળવનાર દરેક કન્યાને રૂ.૧૦૦૦/-ના બોન્ડની રકમ આપવામાં આવશે આ કન્યાઓ ધો.-૭ પાસ કરે ત્યારે બોન્ડની રકમ અને તેના વ્યાજની રકમ કન્યાને આપવામાં આવશે. આ વિદ્યા લ૧મી બોન્ડ યાજનામાં લોક સહયોગ અને સમાજની ભાગીદારી પણ સારા પ્રમાણમાં મળી રહેલ છે,તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારીમંડળીઓ,તથા દાતાઓના સહયોગથી લક્ષ્‍યાંક કરતા પણ વધુ સંખ્યામાં વિદ્યા લ૧મી બોન્ડ યોજનાનો લાભ બળાઓને આપી શકાયો હતો.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. આ યોજનામાં ઉપરની વિગતે દર્શાવ્યા મુજબ જે ગામની સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ ૩પ% થી ઓછું હોય તેવા ગામમાં શાળામાં ધો.-૧માં નવો પ્રવેશ મેળવનાર બાળાઓ લાભાર્થી થશે.
દર વર્ષે આચાર્ય તથા શિક્ષકો દ્વારા પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનું સર્વે કરવામાં આવે છે. જેના દ્વારા સંભવિત પ્રવેશપાત્ર બાળાઓની માહિતી અલગ તૈયાર કરી તાલુકા મારફત જિલ્લા કક્ષાએ શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને મોકલવામાં આવે છે.( ૦ થી ૩પ % સ્ત્રી સાક્ષરતાવાળા ગામોની માહિતી)
આ વિદ્યા લ૧મી બોન્ડ યોજનામાં લેવામાં આવેલ બોન્ડના કસ્ટોડિયન તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રહેલ છે. શહેરી વિસ્તારના બી.પી.એલ. કાર્ડ ધારક લાભાર્થીઓની ધો.-૧માં નવો પ્રવેશ મેળવે તે બાળાઓને શહેરી વિકાસ વર્ષઃ-ર૦૦પથી આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત ૦ થી ૩પ% સ્ત્રી સાક્ષરતા દરવાળા ગામની ધો.-૧માં નવો પ્રવેશ મેળવતી બાળાઓ

આ યોજના શરૂ થયાથી અત્યાર સુધીની ભાણવડ તાલુકાની વર્ષવાર લાભાર્થની સંખ્યા

ક્રમ  વર્ષ  વિદ્યાક્ષ્મી બોન્ડની સંખ્યા  નોંધ 
ર૦૦ર/ર૦૦૩  ર૯૩  વસ્તી ગણતરી ૧૯૯૧ મુજબ 
ર  ર૦૦૩/ર૦૦૪  ૬૮૪ વસ્તી ગણતરી ૧૯૯૧ મુજબ 
ર૦૦૪/ર૦૦પ  ૩૬ વસ્તી ગણતરી ર૦૦૧ મુજબ 
ર૦૦પ/ર૦૦૬  ૩ર  વસ્તી ગણતરી ર૦૦૧ મુજબ 
ર૦૦૬/ર૦૦૭  ર૮  વસ્તી ગણતરી ર૦૦૧ મુજબ 
ર૦૦૭/ર૦૦૮  ૩૩ વસ્તી ગણતરી ર૦૦૧ મુજબ 
ર૦૦૮/ર૦૦૯  ૩૭ સંભવિત સંખ્યા  વસ્તી ગણતરી ર૦૦૧ મુજબ 
અ.નુ. યોજનાનું નામ વિદ્યાદિપ યોજના
યોજના કયારે શરૂ થઇ ગુજરાત રાજયમાં ર૬મી જાન્યુઆરી-ર૦૦૧ ના રોજ મહા વિનાશકારી ભૂકંપ થયો હતો તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો મુત્યુ પામ્યા હતાં આ વિનાશકારી ભૂકંપમાં ભોગ બનેલા બાળકોની સમૃતિમાં રાજય સરકારે વિદ્યાદીપ યોજના અમલમાં મૂકી છે, વર્ષ ર૦૦ર/ર૦૦૩ થી આ યોજનાની શરૂઆત થયેલ છે.
યોજનાનો હેતુ આ યોજનાનો ઉદેશ પ્રાથમિક , માઘ્યમીક અને ઉચ્ચતર માઘ્યમીક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના અકસ્માતે થતાં અવસાનના કિસ્સામાં તેમના કુંટુંબને વીમાનું રક્ષણ પુરૂ પાડવાનું છે.
યોજના વિશે માહિતી પ્રાથમિક શિક્ષણ અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું આપઘાત કે કુદરતી મુત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે એટલે કે કુદરતી આફત જેવી કે ભુકંપ, પુર,વાવાઝોડું,આગ,રમખાણ,આકસ્મિક આગ,વીછીં અને સર્પ દંશ,વાહન અકસ્માત,પડી જવું,ડુબી જવું,ફુડ પોઈઝનીંગ,કુતરુ કે જંગલી પ્રાણી કરડવું,કે અન્ય કોઈ રીતે અકસ્માત દ્વારા ગમે તે સમયે ગમે ત્યારે(ર૪ કલાક દરમ્યાન) વિદાર્થીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં વીમાનું રક્ષણ આપવાનું નકકી થયેલ છે.
પ્રાથમિક શાળા/આશ્રમ શાળાઓના વિદ્યાર્થીના કિસ્સામાં રૂ.રપ,૦૦૦/- (રૂ. પચ્ચીસ હજાર પુરા)
માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમીક શાળાઓના વિદ્યાર્થીનાં કિસ્સામાં રૂ.પ૦,૦૦૦/-(રૂ.પચાસ હજાર પુરા) દાવો રજુ કરવા બાબત
નેશનલ ઈન્શયોરન્સ કંપની લી. ગાંધીનગરનાં જણાવ્યા મુજબ
(૧) એફ આઈ આર ની નકલ
(ર) પોસ્ટમોર્ટમ રિપોર્ટ
(૩)આચાર્યશ્રીનું પ્રમાણપત્ર
(૪)સરપંચશ્રી તથા અન્ય અગ્રણય વ્યકિતઓનું આ બનાવ અંગેનું પંચનામું
(પ)ગ્રામ્ય વિસ્તાર માટે ગામનાં તલાટી કમ મ્રત્રીશ્રીનું મરણ અંગેનું પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તાર માટે મરણ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
(૬)એડવાન્સ રીસીપ્ટ વારસદારની સહી સાથે સરકારશ્રીએ નકકી કરેલ નમુનામાં (પરિશીષ્ટ-૧)મુજબ વારસદારને મૃત્યુની તારીખથી ૪પ દિવસની સમય મર્યાદામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,શાસનાધિકારીશ્રી,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,કે આશ્રમશાળા અધિકારીશ્રીને વિમાની દાવાની અરજી જરૂરી પ્રમાણપત્ર સાથે સીધી મોકલી આપવાની રહે છે.
વારસદારઃ- આ યોજના હેતુ માટે લાભાર્થીનાં વારસદાર તરીકે નીચે જણાવેલ વ્યકિત રહેશે.
મા-બાપ તેમની ગેર હયાતીમાં , ભાઈ,અપરણિત બહેન તેમની ગેર હયાતીમાં , તેમનાં કાયદેસરના વારસદાર
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. આ યાજનાનો લાભ નિયત થયેલ વારસદારને મળે છે. વારસદાર દ્વારા સરકારશ્રી દ્વારા નકકી કરેલ નમુના (પરિશિષ્ટ-૧) મુજબ જરૂરી આધારો સાથે મૃત્યુથી ૪પ દિવસનાં સમય ગાળામાં લગત અધિકારીશ્રીને સીધી અરજી કરવાની હોય છે. પ્રાથમિક શિક્ષણ - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી -નગર પ્રાથમિક શિક્ષણઃ-શાસનાધિકારીશ્રી, માઘ્યમિક/ઉચ્ચતર શિક્ષણ - જિલ્લાશિક્ષણાધિકારીશ્રી -આશ્રમ શાળાઃ- આશ્રમ શાળાનાઅધિકારીશ્રી
યોજનાના લાભાર્થી માટેની લાયકાત ચાલુ પ્રાથમિક શિક્ષણ લેતાં બાળકો આ પરિપત્ર સૂચવેલ આકસ્મિક મૃત્યુનાં કિસ્સામાં તેમનાં વારસદારો આ માટે લાયક છે. આ યોજનાં શરૂ થયાથી અત્યાર સુધીમાં આ તાલુકામાંથી ૧પ જેટલાં અવસાન પામેલ વિદ્યાર્થીઓની અરજીઓ વારસદાર દ્વારા કરવામાં આવેલ છે.આ અરજીઓ લગત વિમા કંપનીઓને મોકલવાની કાર્યવાહી/મંજુરીની કાર્યવાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા કરવામાં આવે છે.
અ.નુ. યોજનાનું નામ મફત પાઠય પુસ્તકો વિદ્યાર્થીઓને ફાળવવા
યોજના કયારે શરૂ થઇ ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળની રચના થયા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી આ યોજના અમલમાં છે.
યોજનાનો હેતુ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવતાવાળા પાઠય પુસ્તકો વ્યાજબી ભાવે સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી વર્ષે ૧૯૬૯માં પાઠય પુસ્તક મંડળની રચના કરવામાં આવી,ત્યાર બાલ સરકારશ્રી દ્વારા પ્રાથમિક શિક્ષણ લેતાં તમામ વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ મેળવી શકે તે હેતુથી આ યોજના અમલમાં મૂકેલ.
યોજના વિશે માહિતી સરકારશ્રી દ્વારા પ્રાથમિક શિક્ષણ લેતાં વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણતાં હોય તેઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. પાઠય પુસ્તક મંડળ દ્વારા પ્રતિ વર્ષે અગાઉથી આયોજન કરી જરૂરીયાત મુજબ ધોરણવાર વિષયવાર પુસ્તકો તાલુકા કક્ષાએ પહોંચાડવામા આવે છે. તાલુકા કક્ષાએથી દરેક શાળા સુધી આ પુસ્તકો શાળાના આચાર્યશ્રી મારફત પહોંચાડવામાં આવે છે.નવા શૈક્ષણિક સત્રના શરૂઆતના દિવસોથી આ પાઠય પુસ્તકો વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે છે. પાઠય પુસ્તક મંડળ દ્વારા પ્રતિ વર્ષે અગાઉથી આયોજન કરી જરૂરીયાત મુજબ ધોરણવાર વિષયવાર પુસ્તકો તાલુકા કક્ષાએ પહોંચાડવામા આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. આ યોજનામાં સરકારી શાળામાં અભ્યાસ કરતાં ધો.૧થી૭ માં તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ગામના આચાર્યશ્રી તથા શિક્ષકોનો જરૂર જણાયે સંર્પક કરવો
યોજનાના લાભાર્થી માટેની લાયકાત સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો.-૧ થી ધો.-૭ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓનો આ યોજનામાં સમાવેશ કરેલ છે.
અ.નુ. યોજનાનું નામ શિષ્યવૃતિ સહાય
યોજના કયારે શરૂ થઇ ઘણા વર્ષ પહેલાથી શિષ્યવૃતિ સહાય ચુકવાય છે.
યોજનાનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય અંગે જરૂરી લેખન-વાંચન સાહિત્ય લેવા અંગે આર્થિક સહાય મળી રહે તે અંગે પ્રોત્સાહિત કરવાનો હેતુ છે.
યોજના વિશે માહિતી પ્રાથમિક શિક્ષણમાં જાતિ અનુસાર વિવિધ પ્રકારની શિષ્યવૃતિઓનો લાભ વિદ્યાર્થીઓને મળે છે જે નીચે પ્રમાણે છે.
૮૧૯ સા.શૈ. પછાત જાતિ અંગેના વિદ્યાર્થીઓને મળતી શષ્યવૃતિ -આ શિષ્યવૃતિ શ્રી જિલ્લા નાયબ નિયામકશ્રી(વિકસતી જાતિ) ની કચેરી,શુભ કોમ્પલેક્ષ,જામનગર દ્વારા મંજુર કરી શાળા મારફત લગત વિદ્યાર્થીઓને ચુકવાય છે.
ધો. ૧ થી ધો.૪ ની સાદી શિષ્યવૃતિ વિદ્યાર્થીઓની હાજરી ૭૦% કે તેથી વધુ હોવી જોઈએ કુમારને રૂ.૭પ/-
કન્યાને રૂ.૧૦૦/-
ધો. પ થી ધો.૭ ની શિષ્યવૃતિ  સહકારી શાળા  ખાનગી શાળા 
સા.શૈ. પછાત વર્ગના વિદ્યાર્થી  રૂ.૭પ/-  રૂ.૧૭પ/- 
આર્થીક પછાત વર્ગના વિદ્યાર્થી  રૂ.૭પ/-  રૂ.૧૭પ/- 
લઘુમતી પછાત વર્ગના વિદ્યાર્થી  રૂ.૭પ/-  રૂ.૧૭પ/- 
વિચરતી વિમુકત જાતિના વિદ્યાર્થી  રૂ.૭પ/-  રૂ.૧૭પ/- 
વિદ્યાર્થીઓના વાલીની આવક ઘ્યાનમાં લેવામાં આવે છે.
અતિ પછાત જાતિ ભારત સરકારની આ યોજના છે.જેમાં ફકીર,વાંસફોડ,લાવરી,જેવી બાર જાતિઓનો સમાવેશ થયેલ છે.
ધો.૧ થી પ - રૂ.૭પ૦/- ચુકવાય છે.
ધો.૬ થી ધો.૭ - રૂ.૯૦૦/- ચુકવાય છે.
શિષ્યવૃતિ ઉપરાંત ધો.૧ થી ધો.૭ ના વિદ્યાર્થીઓને આવક ઘ્યાને લઈ ગણવેશ સહાય ચુકવાય છે.
જાતિની વિગત આવક ગણવેશ સહાય
સા.શૈ. પછાત વર્ગના વિદ્યાર્થી  રૂ.૧પ૦૦૦/-  રૂ.૧પ૦/-   
આર્થીક પછાત વર્ગના વિદ્યાર્થી  રૂ.૧૧૦૦૦/-  રૂ.૧પ૦/- 
લઘુમતી પછાત વર્ગના વિદ્યાર્થી  રૂ.૧ર૦૦૦/-  રૂ.૧પ૦/- 
વિચરતી વિમુકત જાતિના વિદ્યાર્થી  રૂ.૧પ૦૦૦/-  રૂ.૧પ૦/- 
અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શષ્યવૃતિ -આ શિષ્યવૃતિ- શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ,જિ.પં. કચેરી ,જામનગર દ્વારા મંજુર કરી શાળા મારફત લગત વિદ્યાર્થીઓને ચુકવાય છે.
ધો. ૧ થી ધો.૪ ની સાદી શિષ્યવૃતિ વિદ્યાર્થીઓની ગત વર્ષની હાજરી ૭૦% કે તેથી વધુ હોવી જરૂરી છે. કુમારને રૂ.૭પ/-
કન્યાને રૂ.૧૦૦/-
ધો. પ થી ધો.૭ ની સાદી શિષ્યવૃતિ વિદ્યાર્થીઓને ગત વર્ષના આગલા ધોરણમાં વાર્ષકિ પરીક્ષામાં મુળવેલ ગુણ ઘ્યાનમાં લેવામાં આવે છે.
સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ૩૮% કે તેથી વધુ ગુણ
કુમાર - રૂ.૧રપ/-
કન્યા - રૂ.૧રપ/-
સરકાર માન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ૪પ% કે તેથી વધુ ગુણ
કુમાર - રૂ.૨૦૦/-
કન્યા - રૂ.૨૦૦/-
ધો. ૧ થી ધો.૭માં અભ્યાસ કરતાં અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓને મળતી ખાસ શિષ્યવૃતિ સરકારી તેમજ સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં ધો.૧ થી ધો.૭ માં અભ્યાસ કરતાં અનુ.જાતિ પછાત,અતિ પછાત જાતિઓ જેવી કે વાલ્મીકી,રૂખી,નાડીયા,હાડી,શેનવા,તૂરી, તૂરી બારોટ,ગરો,ગરોડા,માતંગ,વણકર,સાધુ, વગેરે જાતિના બાળકોને ખાસ શિષ્યવૃતિ ગત વર્ષની જે તે ધોરણમાં ૭૦% કે તેથી વધુ હાજરી ઘ્યાને લેવામાં આવે છે. એક જ મા-બાપના બે બાળકોને શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. આ યોજનામાં મા-બાપ વાલીની આવક મર્યાદા નથી.
કુમાર - રૂ.૪પ૦/-
કન્યા - રૂ.૬૦૦/- વાર્ષકિ ઉચ્ચક ચુકવાય છે.
અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા મા-બાપ વાલીઓના બાળકોને મળતી શિષ્યવૃતિ આ યોજના હેઠળ મા-બાપ વાલીના બાળકોને શિષ્યવૃતિ ભારત સરકાર ,સામાજીક,ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક ૧૧૦૧૪/ર૮/ર૦૦ર એસ.ટી.ડી. ની તા.૩૦/૧૦/ર૦૦૩ ના મુદા
નં.-ર(૬) માં જણાવ્યા મુજબ ધો.-૮ સુધીમાં અભ્યાસ કરતાં એક કુટુંબના કેટલા બાળકોના કેટલા બાળકોને શિષ્યવૃતિ આપવી તેની મર્યાદામાં રહેશે. નહિ. પરંતુ તા.૧/૪/૧૯૯૯૩ કે પછી જો ત્રીજા કે એ ળકનો જન્મ થયો હોય તો કુંટુંબમાંથી ફકત બે બાળકોને જ આ લાભ મળવા પાત્ર છે.
વાર્ષકિ ચુકવવાપાત્ર રકમ
ધો.૧ થી ધો.પ - રૂ.૯પ૦/-
ધો.૬ થી ધો.૮ - રૂ.૧૧પ૦/-
ધો.૯ થી ધો.૧૦ - રૂ.૧૩૦૦/-
વિદ્યાર્થીઓના મા-બાપ/વાલીનું એકરારાનામું નિયત નમુના મુજબ આપવાનું હોય છે.
અસ્વચ્છ વ્યવસાય તથા આવકનું પ્રમાણપત્ર પણ લગત વિદ્યાર્થીના મા-બાપ કે વાલીએ રજુ કરવાનું હોય છે. આ પ્રમાણપત્ર આપવા માટે નીચે જણાવેલ પદાધિકારીઓ અધિકૃત કરવામાં આવેલ છે.
(૧) સંસદ સભ્યશ્રી
(ર)રાજયના ધારાસભ્યશ્રી
(૩)જિલ્લા પંચાયતના સભયશ્રી
(૪)કોઈપણ ખાતાના રાજયપત્રિત અધિકારીશ્રી
(પ)મ્યુનિસી પાર્ટીના અધિકારીશ્રી,
(૬)બીજા વર્ગના માનદ મેજીસ્ટ્રેટશ્રી,
(૭)સંબંધિત રાજય સંઘ-પ્રદેશની સરકારશ્રી દ્વારા આ માટે અધિકૃત કરેલ હોય તેવા અધિકારીઓ
(૮)જિલ્લા/તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ
(૯)સરપંચશ્રીઓ
ધો.૧ થી ધો.૭માં અભ્યાસ કરતાં અનુજાતિના બાળકોને મફત ગણવેશ સહાય
પ્રાથમિક શાળાનાં ધો.૧ થી ધો.૭ માં ભણતાં બાળકોને રૂ.૧પ૦/-ગણવેશ સહાય આપવાની યોજના છે.ગરીબી રેખા હેઠળના કુંટુંબના બાળકોને કે તેઓના મા-બાપ વાલીની વાર્ષકિ આવક રૂ.૧પ,૦૦૦/- થી વધુ ન હોય તેઓને આ યોજના હેઠળ કુમાર અને કન્યાને સમાવેશ કરવામાં આવે છે.
અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શષ્યવૃતિ -આ શિષ્યવૃતિ - શ્રી તકેદારી અધિકારી ,આદિ જાતિ વિકાસની કચેરી ,ફુલછાબ ચોક, રાજકોટ દ્વારા મંજુર કરી શાળા મારફત લગત વિદ્યાર્થીઓને
ચુકવાય છે.
ધો.૧ થી ધો.૪ - આવક મર્યાદા નથી , હાજરીના ૭૦ ટકા કે તેથી વધુ ગુણ
કુમાર રૂ.૭પ/-
કન્યાને રૂ.૧૦૦/-
ધો.પ થી ધો.૭ આવક મર્યાદા નથી , હાજરીના ૩૮ ટકા કે તેથી વધુ ગુણ
કુમાર રૂ.૧રપ/-
કન્યાને રૂ.ર૦૦/-
અતિ પછાત જાતિ આ યોજનામાં કોલયા,કોબધા,પઢાર સીદી,દુબળા,હડપતિ,કામોડી,કોટ વાડીયા,તળાવીયા વગેરે
આવક મર્યાદા નથી
કુમાર રૂ.૪પ૦/-
કન્યા રૂ.૬૦૦/- .
વિકલાંગ બાળકોને શષ્યવૃતિ સહાય આ શિષ્યવૃતિ - શ્રી બાળ લગ્ન પ્રતિબંધક અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી,રણજીત નગર રોડ,લેઉવા પટેલ સમાજ સામે ,જામનગર દ્વારા મંજુર કરી શાળા મારફત લગત વિદ્યાર્થીઓને ચુકવાય છે. રૂ.૧૦૦૦/- રકમ વાર્ષકિ ચુકવાય છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. -
યોજનાના લાભાર્થી માટેની લાયકાત -
અ.નુ. યોજનાનું નામ બાળ રમોત્સવ
યોજના કયારે શરૂ થઇ -
યોજનાનો હેતુ શાળા કક્ષાએ બાળકોનો સર્વાંગો વિકાસ થાય તે હેતુ તેમજ ગ્રામ્ય દેશી રમતોનું પુનઃ સ્થાપન કરવાનો પણ અભિગમ રહેલ છે.
યોજના વિશે માહિતી જી.સી.આર.સી. દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ યોજનાનો નિયત થયેલ કાર્યક્રમ નકકી કરી શાળા સુધી આ રમતોનું આયોજન કરવામાં આવે છે.
વ્યકિતગત અને સામુહિક રમતો તેમજ યોગની કિ્રયા પણ સાંકળવામાં આવેલ છે.
સૌ પ્રથમ શાળા દ્વારા પોતાના વિદ્યાર્થીઓની રમતો યોજી શ્રેષ્ઠ દેખાવ કરતાં બાળકોને સી.આર.સી. કક્ષાની સ્પર્ધામાં રમાડવામાં આવે છે.
જિલ્લા કક્ષાની રમોત્સવમાં તાલુકાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનારને ભાગ લેવડાવવામાં આવે છે.
ઝોન કક્ષાઃ- રાજયના પાંચ ઝોન પાડવામાં આવેલ છે. જે ઝોનમાં જિલ્લાનો સમાવેશ થયેલ હોય તેની સ્પર્ધા યોજવામાં આવે ત્યારે જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ભાગ લે છે.
રાજય કક્ષા ઝોન કક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનારને સ્પર્ધામાં ભાગ લેવડાવવામાં આવે છે.
ભાણવડ તાલુકાની ભેનકવડ પ્રા.શા. વર્ષ ર૦૦૬-ર૦૦૭ માં રાજય કક્ષાએ કબડ્ડ ટીમ ભાગ લેવા ગયેલ
વર્ષ ર૦૦૭-ર૦૦૮ માં ઝોન કક્ષાએ કબડ્ડીની ટીમ (સંયુકત ટીમ)ભાગ લેવા ગયેલ. -
યોજનાના લાભાર્થી માટેની લાયકાત -
અ.નુ. યોજનાનું નામ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કોમ્પયુટર શિક્ષણની યોજના
યોજના કયારે શરૂ થઇ -
યોજનાનો હેતુ ધો.પ થી ધો.૭ ના બાળકો વિષય વસ્તુની ઉંડાણ પૂર્વક સમાજ મેળવે તેમજ નુતન અભિગમ શૈક્ષણિક કાર્ય કરવાથી ગુણવતાવાળું શિક્ષણ મેળવી શકે.
યોજના વિશે માહિતી રાજયની પ્રાથમિક શાળાઓમાં કોમ્પયુટર શિક્ષણ આપવા માટે રાજય સરકારે કોમ્પયુટર દાન યોજના હેઠળ જે શાળા ધો.પ થી ધો.૭ ના વર્ગો
ચાલતા હોય,વિજળી ફર્નિચરની સગવડતા હોય અને શાળામાં કોઈ દાતાશ્રી દ્વારા કોમ્પયુટર દાનમાં આપવામાં આવેલ હોય તો સરકારશ્રી દ્વારા શાળાને પ્રોત્સાહીત રૂપે એક કોમ્પયુટર આપવામાં આવે છે. ભાણવડ તાલુકામાં આ યોજના હેઠળ નીચેની શાળાઓ દરખાસ્ત મોકલવામાં આવેલ.
(૧) રોઝડા પ્રા.શા. (ર) રાણપર તાલુકા શાળા (૩)કાટકોલા તા.શા. (૪)મેવાસા પ્રા.શા. (પ) ભાણવડ તા.શા. નં.-૧ (૬) પાછતર તા.શા.
આ યોજના ઉપરાંત ભાણવડ તાલુકામાં નિયામકશ્રી ની કચેરી દ્વારા પાંચ શાળાઓને કોમ્પયુટર ફાળવેલ છે. માનનીય ધારાસભ્યશ્રી,ભાણવડ દ્વારા તેમની ગ્રાંટમાંથી પણ ઘણી શાળાઓમાં કોમ્પયુટર ફાળવેલ છે. એસ.એસ.એ. અંતર્ગત પણ ઘણી શાળાઓમાં કોમ્પયુટર ફાળવેલ છે. તાલુકા પંચાયત કચેરી,લાલપુની શિક્ષણ શાખામાં બે કોમ્પયુટર, તેમજ કે.નિ. શિક્ષણને એક કોમ્પયુટર પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા ફાળવેલ છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. -
યોજનાના લાભાર્થી માટેની લાયકાત -
અ.નુ. યોજનાનું નામ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ
યોજના કયારે શરૂ થઇ -
યોજનાનો હેતુ શાળામાં અભ્યાસ કરતાં બાળકોની આરોગ્ય જાળવણી તથા તેની ચકાસણી કરી જરૂરી સારવાર આપવાનો હેતુ છે.
યોજના વિશે માહિતી ગુજરાત રાજયને દેશમાં સર્વ પ્રથમ ખાસ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરૂ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયુ છે. રાજય સરકારે પ્રાથમિક શાળાના બાળકો અને આંગણવાડી કેન્દ્રોના ભૂલકાઓની આરોગ્યની તપાસણી કરવામાં જવાબદારી લીધેલ છે.
તબીબી અધિકારીશ્રી,દ્વારા પોતાના પી.એચ.સી. હેઠળના ગામોની શાળાઓમાં ભૂલકાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. સામાન્ય બિમારીઓની જરૂરી સારવાર પ્રાથમિક કક્ષાએ કરવામાં આવે છે.
જે બાળકોને વધુ સારવારની જરૂર હોય તેમને તાલુકા/જિલ્લાનાં મથકે નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસ અને સારવાર આપવામાં આવે છે.
જે બાળકોને ચશ્માની જરૂર હોય તેમને વિના મુલ્યે ચશ્મા પુરા પાડવામાં આવે છે. હૃદય,કિડની અને કેન્સરના દર્દથી પીડાના બાળકોને સુપર સ્પેશ્યાલીસ્ટી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.સારવારનો થતો ખર્ચ રાજય સરકાર ભોગવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. -
યોજનાના લાભાર્થી માટેની લાયકાત -