આ તાલુકો એ ૫૧ રેવન્યુ અને ૧ ગ્રામ પંચાયતના વિસ્તાર મળી કુલ-૫૨ ગામનો અને જામનગર જિલ્લાના પૂર્વ તરફ અને જામનગર થી જાંબુડા વાયા હડિયાણા કચ્છ હાઇવે તથા જામનગર થી ધ્રોલ વાયા ભાદરા પાટીયાથી ૭ કિ. મી. ના અંતરે આ તાલુકો આવેલ છે. અહીના મુખ્યત્વે પાકમાં ઘઉ, કપાસ, મગફળી અને ગૌણ પાકો જુવાર-બાજરી, એરંડા જેવા પાકો લેવામાં આવે છે. આ તાલુકાની જમીન કારી અને ખારાશવાળી છે. આ તાલુકાના ૮૦% મુખ્ય વ્યવસાય ખેતી પૂર્વ સમયમાં જોડિયા એક બંદર હતું: જે હાલ અત્યારે બંધ છે.
આ તાલુકામાં ખેતી વિષયક સહકારી મંડળીઓ - ૩૮, મજુર બાંધકામ સહકારી મંડળીઓ - ૫, તેલીબીયા સહકારી મંડળીઓ - ૧૮, વૃક્ષ ઉછેર અ ર અને જીંગા ઉત્પાદક - ૧ તેમજ રાષ્ટ્રીયકૃત બેંકીગ સેવા શાખાઓ આવેલી છે.