×

શાખાની કામગીરી

  • જોડીયા તાલુકાના પશુધનનો વિકાસ અને પશુ આરોગ્ય જાળવણી કાર્યક્રમોનું અમલીકરણ
  • પશુપાલકો અને ખેડુતોના પશુઓની આરોગ્ય જાળવણી અને ઉત્પાદનમાં વધારો અને ઓલાદ સુધારણા
  • પશુપાલન વિકાસની પ્રવૃત્તિઓ જેવી કે,
  • કૃત્રિમ બીજદાન દ્વારા ગીર, જાફરબાદી ભેંસોની ઓલાદ સુધારણા પ્રીમીયમ બુલ પુરા પાડી, ગૌવંશની ઓલાદ સુધારણા દૂધ તથા ઉન ઉત્પાદન વધારવાના પ્રયત્નો પશુ સંવર્ધન શિક્ષણ શિબીર તથા પશુપાલન વિસ્તરણ શિબીર દ્વારા પશુપાલકોને આધુનિક પશુપાલન વ્યવસાયનું માર્ગદર્શન પુરુ પાડવું. ઘાસચારા વિકાસ અંગેના આધુનિક બિયારણ કિટ્સ આપી, લીલોચારો ઉગાડીને દૂધ ઉત્પાદન વધારવા પ્રયાસ કરવા.અ.જા.ના લોકોના દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા હેલ્થ પેકેજ સહાય આપવી.સારા દુધાળા પશુઓના માલિકને ઉત્તેજન અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય કક્ષાની દૂધ ઉત્પાદન હરીફાઇ યોજવી. - તદ ઉપરાંત પશુપાલન ખાતા દ્વારા આપવામાં આવેલ યોજનાકીય લક્ષ્યાંકો તથા નાણાંકીય લક્ષ્યાંકો બાબતે સિધ્ધિ હાંસલ કરવી.