×

શાખાની કામગીરી

જાહેર તંત્રના ઉદ્દેશ/ હેતુ જોડિયા તાલુકના આસપાસનો ગ્રામ્‍ય વિસ્‍તાર બાદનપર, કુન્‍નડ, હડીયાણા, લીંબુડા, ભાદરા, લખતર, કેશીયા, બાલંભા, દુધઇ, પીઠડ વગેરે ગામની તથા તેની આજુ બાજુની પ્રજામાં આયુર્વેદ પધ્‍ધતિ દ્વારા જાહેર સ્‍વાસ્‍થ્ય સુખાકારી
જાહેર તંત્રનું મિશન / દુરંદેશીપણું (વિઝન) ભારતીય ચિકિત્‍સા પધ્‍ધતિ આયુર્વેદ દ્વારા પ્રજાનું જાહેર આરોગ્‍ય સાચવવું, ૨૦ પથારીની હોસ્‍પિટલને ૪૦ પથારીની બનાવવી. પંચકર્મ પદ્ધતિ તથા યોગ દ્વારા પ્રજાને સારવારની સુવિધા પુરી પાડવી.
સુવર્ણપ્રાશન - (આયુર્વેદિય ઇમ્‍યુનાઇઝેશન) દ્વારા ભાવિ પેઢીને મેઘાવી બનાવવી.
હોસ્‍પિટલની ફાજલ જમીનમાં ઔષધિય રોપાઓનો ઉછેર કરવો.
નિદાન કેમ્‍પ દ્વારા પછાત વિસ્‍તારોના અંતરીયાળ ગામોમાં ચિકિત્‍સાની સુવિધા પુરી પાડવી.
જાહેર તંત્રનો ટુંકો ઇતિહાસ અને તેની રચનાનો સંદર્ભ વૈદ્ય પંચકર્મ, સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ, જોડિયા. જિ. જામનગરનું તા. ૧૨-૦૪-૧૯૯૩ થી સરકારશ્રી દ્વારા આયુર્વેદ વિભાગને કાર્યરત કરવામાં આવેલ છે.
તે સમયે આયુર્વેદ પંચકર્મ વૈદ્ય અધિકારી શ્રી એ. કે. મહેતા એ આ સંસ્‍થાનો કાર્યભાર સંભાળેલ. જોડિયાની પ્રજા તથા અગ્રગણ્‍ય વ્‍યક્તિઓ તથા વૈદ્ય મહાસભાના સહકારથી આ હોસ્‍પિટલનો પ્રચાર અને પ્રગતિ થતાં આ સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ જોડિયા. જિ. જામનગર હાલમાં વૈદ્ય પંચકર્મ શ્રી સી. એન. વાધેલાનાં કુશળ સંચાલનથી કાર્યરત છે.
જાહેર તંત્રની મુખ્‍ય પ્રવૃત્તિઓ/કાર્યો હોસ્‍પિટલમાં આવતા દર્દીઓને જોઇ તપાસી (ઓ.પી.ડી.) લેવલે દવાઓ આપવી તથા જરૂર જણાયે અંદરના દર્દી (આઇ.પી.ડી.) સારવાર આપવી..
જુના હઠીલા, કષ્‍ટસાધ્‍ય અસાધ્‍ય કોટીના વ્‍યાધિઓમાં આયુર્વેદિક પંચકર્મ સારવાર આપવી.
જે તે રોગીયોને પોતાના રોગ પ્રમાણે પથ્‍ય, પાલન - પરેજીની સમજ આપવી.
જાહેર તંત્રની મુખ્‍ય પ્રવૃત્તિઓ/કાર્યો ઉપર જણાવ્‍યા મુજબ તમામ પ્રવૃત્તિઓ કરવી સાથો સાથ પ્રજામાં આયુર્વેદનો બહોળો પ્રચાર થાય તે માટે આયુર્વેદ નિદાન ચિકિત્‍સા કેમ્‍પોનું આયોજન કરવું.
વનૌષધિઓ પ્રત્‍યે પ્રજામાં આયુર્વેદ જ્ઞાનનો વધારો થતાં તે માટે પ્રદર્શનો યોજવા.
વિવિધ તજજ્ઞો દ્વારા વ્‍યાખ્‍યાનો રાખી પ્રજામાં આયુર્વેદ જ્ઞાનનો ફેલાવો કરવો.
જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્‍ત વિવરણ. બહારના દર્દી (ઓ.પી.ડી.) માં સારવારની સુવિધા પુરી પાડવી.
પંચકર્મ પદ્ધતિ દ્વારા દર્દીઓને સારવાર આપવી.
સુવર્ણ પ્રાશન દ્વારા બાળકો - ભાવિ પેઢીના ઔષધિય રોપાઓનો ઉછેર કરવો.
જાહેર પ્રદર્શનો પ્રવચનો દ્વારા પ્રજામાં આયુર્વેદના જ્ઞાનનો પ્રસાર કરવો.
સંસ્‍થાગમ માળખાનો આલેખ વૈદ્ય પંચકર્મથી વર્ગ-૧ હોસ્‍પિટલના વડા
નિવાસી વૈદ્યકિય અધિકારીશ્રી વર્ગ-ર
સ્‍ટાફ નર્સ વર્ગ -૩
કમ્‍પાઉન્‍ડર વર્ગ-૩
જુનીયર કલાર્ક વર્ગ-૩
ડ્રેસર વર્ગ-૩
વર્ગ-૪ ના તમામ સ્‍ટાફ જેવા કે કુકમેટ, પટાવાળા, પંચકર્મ સર્વન્‍ટ કિચન એ-બેરર, વોડ સર્વન્‍ટ, સ્‍વીપર વગેરે
જાહેર તંત્રની અસરકારતા અને કાર્ય ક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ. હોસ્‍પિટલના નિર્ધારીત સમય દરમ્‍યાન સારવારનો લાભ લેવાનો આગ્રહ રાખવો.
બીડી, તમાકુ, દારૂ જેવા વ્‍યસનોથી દુર રહેવું.
સારો સાત્‍વીક આહાર તથા દુધ જેવો સંપૂર્ણ ખોરાક તથા વિવિધ ફળો, શાકભાજીઓનો ઉપયોગ કરી પથ્‍ય પાલનમાં સહકાર આપવો.
લાઇનમાં શાંતિપૂર્વક ઉભા રહી એક પછી એકના ધોરણે દર્દીની તપાસ કરાવી દવાઓ લેવી.
હોસ્‍પિટલમાં વોર્ડ તથા સંડાસ, બાથરૂમ સ્‍વચ્‍છ રાખવું.
જયાં ત્‍યાં થુકવું નહી, જેમ તેમ કચરો ફકેવો નહી વગેરે...
લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પદ્ધતિઓ. લાયન્‍સ કલબ, ગાયત્રી મંદિરો, સ્‍વામીનારાયણ મંદિરો જેવી સેવાભાવિ સંસ્‍થાઓ તથા ધારા સભ્‍યો, સરપંચો જેવી જાહેર જીવનની વ્‍યક્તિઓ સાથે સહકારમાં રહી હોસ્‍પિટલની વિવિધ પ્રવૃત્તિઓમાં આમંત્રિત કરી તેમની સેવાઓનો લાભ સંસ્‍થાને મળી રહે તેવું ગોઠવવું.
માતબાર વ્‍યક્તિઓ - દાનવીરો દ્વારા દાન મેળવી હોસ્‍પિટલમાં સુવિધાઓમાં વધારો કરી હોસ્‍પિટલનો વિકાસ કરવો.
સેવા આપવાના દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્‍ધ તંત્ર હોસ્‍પિટલની સેવાઓની દેખરેખ તથા નિયંત્રણ માટે હોસ્‍પિટલના વડાની સેવાઓ ઉપલબ્‍ધ છે.
જાહેર ફરીયાદ નિવારણ માટે હોસ્‍પિટલમાં યોગ્‍ય જગ્‍યાએ ફરીયાદ પેટી ઉપલબ્‍ધ છે.
હોસ્‍પિટલમાં તાજેતરમાં એપેલેટ ઓથોરીટી તથા માહિતી અધિકારી નિમણુંક કરી તેમની સેવાઓ ઉપલબ્‍ધ કરાવેલ છે.
મુખ્‍ય કચેરી અને જુદા જુદા સ્‍તરોએ આવેલી અન્‍ય્‍ કચેરીઓના સરનામા વૈદ્ય પંચકર્મશ્રીની કચેરી, સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ, રેફરલ હોસ્‍પિટલની બાજુમાં, જોડિયા, જામનગર ફોન નંબર - ૦૨૮૯૩-૨૯૩૮૨૭
કચેરી શરૂ થવાનો સમય કચેરી બંધ થવાનો સમય સવારે : ૧૦.૦૦ થી સાંજે ૦૬.૧૦ સુધી