×

તીર્થ ગ્રામ યોજના

પસંદ થયેલ તીર્થગામને રાજ્ય સરકાર રૂ. એક- લાખનું પ્રોત્‍સાહક અનુદાન આપે છે.

    હેતુઓ

  • રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.
  • નીચે જણાવેલ હેતુઓ ઉજાગર કરવા માટેની પ્રોત્‍સાહક યોજના.
  • ભાઇચારો
  • સામાજીક સદભાવ
  • શાંતિ
  • ગામનો સર્વાંગી વિકાસ
  • યોજનાની શરૂઆત

  • સને : ૨૦૦૪-૦૫ થી યોજનાનું અમલીકરણ શરૂ થયું. સંસ્‍કારસિંચનની બુનિયાદ, આવતીકાલનું ગુજરાત.
  • ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં સર્વસંમતિથી બિનહરીફ જાહેર થયેલ ગ્રામપંચાયતને સમરસ ગામ જાહેર કરવામાં આવે છે. આવા જાહેર થયેલ સમરસ ગામને આ યોજનામાં અગ્રતાક્રમ આપવામાં આવે છે..
  • છેલ્‍લા પાંચ વર્ષમાં ગુનો બનેલ ન હોય તેવાં ગામોની પસંદગી કરવામાં આવે છે.
  • માદક કે કેફી દ્રવ્‍યનું ઉત્‍પાદન, વેચાણ કે સેવન થતું ન હોવું જોઇએ..
  • સ્‍વચ્‍છતાનું યોગ્‍ય ધોરણ હોવું આવશ્‍યક છે.
  • કન્‍યા કેળવણીનો ઉંચો દર અને ડ્રોપ આઉટનો નીચો દર આવશ્‍યક .
  • સામાજીક સદભાવનામાં વિકાસ તેમજ સામાજીક વિવાદોનો અભાવ હોવો જોઇએ.
  • ચર્ચા અને સંવાદથી વિવાદોનો નિકાલ થવો જોઇએ..
  • ગામના ધાર્મિક સ્‍થાનો અંગે ગામમાં કોઇ વિવાદ ચાલતો ન હોવો જોઇએ..
  • ગામમાં દલિત અને આદિવાસી વિસ્‍તારમાં, ગામના અન્‍ય વિસ્‍તારમાં મળતી પ્રાથમિક સુવિધાઓ જેવી જ સુવિધાઓ ઉપલબ્‍ધ થયેલી હોવી જોઇએ.
  • ગામમાં મધ્‍યાહન ભોજન હેઠળ ગ્રામજનો દ્વારા તિથિઓ નોંધાવવામાં ભાગીદારી હોવી જોઇએ.

આ યોજનામાં લક્ષ્‍યાંક નિર્ધારિત નથી. છેલ્‍લા પાંચ વર્ષની ગુનારહિત પરિસ્‍થિતિ વિગેરેની ખરાઇ કરી સબંધિત ગ્રામપંચાયતને પુરસ્‍કાર આપવાનું ધોરણ છે.

  • તીર્થગામ યોજના અંતર્ગત ગામની પસંદગીના હેતુ માટે, ગ્રામપંચાયતે નિયત નમૂનામાં માહિતી ભરીને તે સંબંધિત તાલુકાવિકાસ અધિકારીશ્રીને મોકલવાની રહેશે. આ યોજના માટે આવેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી જે તે તાલુકાના મામલતદારરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફત કરાવવામાં આવે છે. ત્‍યારબાદ ચકાસેલી અરજીઓ જીલ્‍લાકક્ષાએ અમલીકરણ સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવે છે.
  • ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ, કદમ બઢાયે ઉસ પથ પર, જહાં પરિવર્તન કા બસેરા હૈ, મિલજુલ કર હમ કામ કરેં તો, એકતા - શક્તિ પાયેંગે, કલ કા કામ કરેં હમ આજ, યે નીતિ અપનાયેંગે, કર્મણ્‍યે વાધિકારસ્‍તે, મા ફલેષુ કદાચન, કર્તા જા તું કર્મ ઓ માનવ, ફલકી ચિંતા મત કર તું,