પ્રાચીનકાળે વનવાસ ભોગવતા શ્રી રામચંદ્રજી જે જંગલમાં રહેતા હતા તે ‘પંચવટી’ હતું. તેઓ જ્યાં નિવાસતા હતા તે કુટિરની આસપાસ વનરાજી ખીલવતા, ગામડાની હવા ચોખ્ખી થાય. મધમધતી વનરાજીથી નૈસર્ગિક દ્દશ્યો આંખને ઠારે ! ચારે તરફ હરિયાળીજ હરિયાળી... એવું લાગે જાણે ધરતીએ લીલીછમ ઓઢણી ન ઓઢી હોય !
પંચવટી યોજના માટે પસંદ થયેલ સ્થળે બહેનો માટે અલાયદી વ્યવસ્થા રાખવાની છે. જેમાં બહેનો નવરાત્રી ૫ર્વ જેવા અનેક પ્રસંગોએ ઉત્સવમાં મુકત ૫ણે ભાગ લઇ શકે તેવી વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે.
ગામનાં વડીલો (સિનિયર સીટીઝન) માટે ૫ણ યોગ્ય પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવે છે.
આમ પંચવટી યોજનામાં સમાજના તમામ વર્ગનાં લોકો માટે આનંદપ્રમોદ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને મનન-ચિંતન માટે સર્વાગી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે.
રાજયનાં ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય પ્રજાના આનંદ-પ્રમોદ માટે સુવિધાયુકત બાગ-બગીચાને પ્રોત્સાહન આ૫તી નવતર યોજના એટલે પંચવટી યોજના.
રાજયમાં પંચવટી યોજનાનો લાભ | |
---|---|
જીલ્લાનું નામ | છેલ્લા બે વર્ષમાં થયેલ પંચવટી |
સુરત |
૩૪ |