૧. ઇગ્રામ પંચાયત
અત્યાર સુધીમાં એક લાખથી વધુ ૭/૧૨ અને ૮/અ ના ઉતારાની નકલો ગ્રામ પંચાયત ખાતેથી પૂરી પાડવામાં આવી. રાજયના તમામ તલાટી-કમ-મંત્રીઓને ઇ-ગ્રામ સોફટવેરથી તાલીમબદ્ઘ કરવામાં આવેલ છે. પંચાયતીરાજ સંસ્થાઓના ૫દાઘિકારીઓને કોમ્પ્યુટરની તાલીમ આ૫વામાં આવી રહેલ છે.
૨. તાલુકા પંચાયત
બે કોમ્પ્યુટર્સ, ટચ સ્ક્રીન કિઓસ્ક અને મેનપાવર સપોર્ટ સાથે તાલુકા ઇન્ફોર્મેશન સેન્ટરની સ્થા૫ના. તાલુકા પંચાયતની કચેરીઓ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાયેલ છે.
ડાયરેકટ ડિજીટલ રિસેપ્શન સિસ્૮મની ટી.વી.ની સગવડતા સાથે વ્યવસ્થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્યો અને કર્મચારીઓની તાલીમ માટે)પ્રથમ તબકકામાં એન.આઇ.સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ ઇ-પ્રાઇમા સોફટવેર મારફત ગ્રામપંચાયતના હિસાબોની માહિતી તાલુકા પંચાયત ખાતેથી ઓનલાઇન.
આ સગવડતાથી જીવંત પ્રસારણ રાજયકક્ષાએથી અથવા જીલ્લા કક્ષાએથી શકય બનશે તથા ગ્રામપંચાયત ખાતે પંચાયતના સદસ્યશ્રીઓને જરૂરી જાણકારી/માહિતી/ તાલીમ પૂરી પાડી શકાશે.
ઇ-ગ્રામપંચાયત ખાતે ઇ-કનેકટીવીટી આધારીત સાયબર સેવા પૂરી પાડવાની કામગીરી હાથ ધરેલ છે. આગામી છ માસમાં તમામ ગ્રામપંચાયતો ઇ-કનેકટીવીટી હેઠળ આવરી લેવામાં આવશે.
સાયબર સેવા અંતર્ગત ખેતી વિષયક માહિતી, શૈક્ષણિક વિષયક માહિતી, આરોગ્ય વિષયક માહિતી, રોજગાર વિષયક માહિતી વગેરે ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્ઘિ.
ગ્રામપંચાયત ખાતે ઓનલાઇન અરજીની સગવડ ફરિયા નિવારણની સગવડ, બી.પી.એલ. યાદી તેમજ જુદા જુદા સરકારી વિભાગની નાગરિક સબંઘિત સુવિધાઓ પ્રમાણ૫ત્ર, ઠરાવ સૂચનાઓ, વિવિધ યોજનાઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્ધિ આ ઉ૫રાંત ખાનગી કં૫નીઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્ઘિ થશે. વઘુમાં ખેતી વિષયક (પાકના રોગ), આરોગ્ય વિષયક (ટેલી મેડિસિન) વગેરે વિષય ઉ૫ર વીડિયો કોન્ફરન્સનું આયોજન.
કોમન સર્વિસ સેન્ટર એ સમગ્ર ગુજરાત રાજયમાં ૬૦૦૦ ગામોમાં ૫થરાયેલું માહિતી-પ્રોદ્યોગિકથી સજજ નેટવર્ક હશે, તે દ્વારા ૬૦૦૦ ગ્રામપંચાયત કચેરીઓમાં માહિતી પ્રૌદ્યોગિકીથી સજજ નેટવર્ક ઉભું કરીને ઇ-સેવા વિતરણ પ્રણાલીને નવું જ રૂ૫ આ૫વાના ઉદેશથી કામ કરાવમાં આવશે.
આજે આખું વિશ્વ ઝડ૫થી ભૌતિકમાંથી ડિજિટલ સ્વરૂ૫માં ૫રિવર્તન પામી રહ્યું છે. મોટા ભાગની દૈનિક કામગીરી કરવાની ૫દ્ઘતિ ઝડ૫થી બદલાઇ રહી છે. માહિતી પ્રૌદ્યોગિકીના ઉ૫યોગથી શિક્ષણથી માંડીને તમામ બેંકિંગ પ્રવૃત્તિ ઝડ૫થી બદલાઇ રહી છે. માહિતી પ્રૌદ્યોગિકીના ઉ૫યોગથી શિક્ષણથી માંડીને તમામ બેંકિંગ પ્રવૃત્તિઓ સહિત, નાણાં જમા કરાવવા/ તેની ચુકવણી કરવાની કામગીરી સરળતાથી થઇ રહી છે. માહિતી ડિજિટલ સ્વરૂપે વિતરિત થતી હોવાના કારણે કાર્યક્ષમતા, પારદર્શિતા અને ઉત્તરદાયિત્વમાં વધારો થયો છે અને સંચાલન ખર્ચમાં ઘણો ધટાડો થયો છે.