- ભારત સરકાર તરફથી વર્ષ - ૨૦૧૦-૨૦૧૫ દરમ્યાન
- - જનરલ અને શિડયુલ એરીયા બેઝીક ગ્રાંટ રૂ. ૧૫૯૭.૫૪ કરોડ તેમજ - જનરલ અને શિડયુલ એરીયા પરફોર્મન્સ ગ્રાંટ રૂ. ૮૫૮.૧૫ કરોડ મળી કુલ રૂ. ૨૪૫૫.૬૯ કરોડની ફાળવણી
- જીલ્લા પંચાયતને મળનાર ગ્રાંટ પૈકી ૭૦ ટકા ગ્રામ પંચાયતને, ૧૫ ટકા તાલુકા પંચાયતને અને ૧૫ ટકા જીલ્લા પંચાયતને
- જીલ્લાને ગ્રાંટની ફાળવણી ૨૦૦૧ ની વસ્તી ગણતરીના આધારે
- આ ગ્રાંટ અંતર્ગત શુધ્ધ પીવાના પાણી માટેની યોજના, ડ્રેનેજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્ટ્રીટલાઇટના કામોનો સમાવેશ
- કોઇપણ કામ રૂ. ૫૦.૦૦ લાખથી વધુ રકમનું લઇ શકાશે નહીં.
- વર્ષ ૨૦૧૦-૧૧ ના બંને હપ્તાની ગ્રાંટ કુલ ગ્રાંટ રૂ. ૨૩૦.૪૩ કરોડ મળેલ છે. અને તેની જીલ્લાઓને ફાળવણી કરવામાં આવેલ છે.
પંચાયતી રાજ સંસ્થાઓના નાણાકીય આવકના સાધનો સંગીન બનાવવા ૧૩ મા નાણાપંચની ભલામણો અન્વયે સહાયક અનુદાન આપવા બાબત